નર પિશાચ
27 જાન્યુઆરી 1978 નો દિવસ, અમેરિકાના કેલિફોર્નિયા શહેરનાં એક મકાનમાં પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હતું. આ મકાનમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું મર્ડર કરવામાં આવ્યું હતું.
પરંતુ વાત મર્ડરથી જ નહોતી અટકી....
એ લાશોના કેટલાંક અંગો ગુમ હતા. આ વાત થી પોલીસ પણ હેરાન હતી.
વધુ તપાસ માટે પોલીસે આજુબાજુના મકાનો પર તપાસ કરતા અન્ય એક મકાનમાં એક સ્ત્રીને લાશ મળી આવી જેની હત્યા પણ પહેલી ત્રણ હત્યા ની જેમજ કરવામાં આવી હતી.
આ સ્ત્રીની લાશ લોહીથી તરબોળ ફર્શ પર પડી હતી અને શરીરના કેટલાક અંગો ગાયબ હતા.
આ રહસ્યમય મર્ડરોએ કેલિફોર્નિયા પોલીસને હચમચાવી નાંખ્યા હતા. ખૂબ જ શોધખોળના અંતે પોલીસના હાથમાં એ ખૂની આવી ગયો.
તેનું નામ રિચર્ડ ચેંજ જે કેલિફોર્નિયાનો જ રહેવાસી હતો.
પોલીસે તત્કાલ તેને તેના ઘરેજ દબોચી લીધો, પોલીસે જ્યારે રિચર્ડ નાં ઘરની તલાશી લીધી તો એમની આંખો પહોળી થઈ ગઈ.
ઘરમાં જગ્યા જગ્યા પર માનવ લોહી પડેલું જોવા મળ્યું....
વધુ તપાસ કરતા રિચર્ડના વાસણો, બ્લેન્ડર, અને ત્યાં સુધી કે હાથ ધોવાની ગેંડી પણ લોહી વળી હતી.
પોલીસની આ તપાસમાં એવું બહાર આવ્યું કે રિચર્ડ ઘણા સમયથી લોહી પીતો હતો. લોહી પીવા માટે રિચર્ડ વ્યક્તિને ચાકુ મારી મારી ને વિકૃત કરી દેતો અને અંતે તે લાશના અંગોને ચાકુ વડે કાપીને પોતાની સાથે લઈ જતો હતો....
રિચાર્જ ની પૂછપરછ અને તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રિચર્ડ નાનપણથી જ લોહી પીવાનો શોખીન હતો.નાનપણમાં એક વખત તો તેણે એક પક્ષી ને મારી તેનું લોહી પીધું હતું. ત્યાર પછી તેણે જાનવરોને મારવામાં આનંદ આવતો ગયો ધીરે ધીરે જાનવરોને મારીને તેનું લોહી પીવા લાગ્યો, તેને લોહી પીવાનો તો એવો ચસકો લાગ્યો કે તેણે માણસોને પણ નાં છોડ્યા.
તેણે ધીરે ધીરે માણસોની હત્યા કરી તેનું લોહી પીવાનું શરુ કરી દીધું.
એવું પણ કહેવાય છે કે રિચર્ડ માનસિક રીતે સ્વસ્થ ન હતો, અને તેના જીવનનો મોટો ભાગ તેણે ગાંડાઓની
હોસ્પિટલમાં જ વીતાવ્યો હતો.જો કે જ્યારે કેલિફોર્નિયામાં મર્ડર નાં બનાવ બન્યા. તેના એક વર્ષ પહેલાં જ તેને હોસ્પિટલમાંથી બીમારીમાં સુધારો થવાના કારણ સર રજા આપવામાં આવી હતી.
આ કારણે વર્ષ 1979 માં રિચાર્ડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
તેના વકીલોએ તેનાં બચાવ માટે કોર્ટમાં દલીલો આપી કે રિચર્ડ માનસિક રીતે સ્વસ્થ નથી, પરંતુ કોર્ટે તેને દલીલોને માન્યો ના રાખતા રિચર્ડને 6 મર્ડરના કેસોમાં દોષિત ઠરાવ્યો અને મૃત્યુ દંડની સજા ફટકારી હતી. ફાંસીની સજા થાય તે પહેલાં જ 26 મી ડિસેમ્બર 1980ના રોજ રિચાર્જ ચેંજે સૈન કવેંટીનમાં સુસાઇડ કરી લઈને પોતે જ પોતાના જીવનનો અંત આણ્યો હતો.
© દીપક રાજગોર

0 ટિપ્પણીઓ