રહસ્યનું જીવન


રહસ્યનું જીવન

ક્યારેક કુદરત પણ અજબ-ગજબ ચમત્કાર સર્જે છે. કેટલાક કુદરતી ચમત્કારો માનવામાં ન આવે પણ સત્ય હોય છે. આવો એક ચમત્કાર ઇજિપ્ત દેશમાં બનેલો.

ઇજિપ્તના માલવી શહેરનો રહેવાસી, નામ તેનું અલી અબ્દુલ રહીમ મોહમ્મદ, રજાના દિવસોમાં આ અલી પોતાના અંગત મિત્ર જોડે ફરવા માટે જતો.

એક વખત રજાનો દિવસ હતો. અલી પોતાના મિત્ર જોડે એલેક્ઝાન્ડ્રીયાના સમુદ્ર કિનારે ફરવા ગયો. બંને મિત્રો સમુદ્રના કિનારે ગપ્પા મારતાં અને ટહેલતા હતા. ત્યાંજ અચાનક અલી પોતાની શાનભાન ગુમાવી બેઠો અને ત્યાંજ બેહોશ થઈને ઢળી પડ્યો.

તેનો મિત્ર અન્ય લોકોની મદદથી અલીને તત્કાળ ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયો. ડોકટરોએ એની તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો અને તેના શરીરને પોસ્ટ-મર્ટમ માટે મોકલી આપ્યો. પરંતુ અલીના મૃત શરીર પહેલા બીજા કેટલાંક પોસ્ટ-મર્ટમ કરવાના હતા. આથી ડોક્ટરે તેના મૃત શરીરને તત્કાળ જ મળદાઘરમાં લઈ જવા માટે મોકલી આપ્યો.

અલીને મળદાઘરમાં લાવ્યા પછી ત્યાં કંઈક ભેદી બનાવ બન્યો. મળદાઘરમાં અલીને કેટલાંક આવજો સંભળાવવા લાગ્યા અને અચાનક ભાન આવ્યું, ભાનમાં આવતાં જ અલીને લાગ્યું કે તેનું શરીર પુરી રીતે ઠંડુ થઈ રહ્યું છે.

આ સમયે તે હોસ્પિટલમાં મલડાઘરના ફ્રિજમાં બંધ હતો. તેણે જોયું કે પોતે કોઈ પેટીમાં કેદ છે અને કેટલાંક અજાણ્યા લોકોના અવાજો તે સાંભળી રહ્યો હતો. પરંતુ તે અવાજ કાઢીને કોઈને બોલાવી શકતો ન હતો.

એ દરમિયાન ત્યાં અન્ય એક લાશની ઓળખ માટે આવેલા એક પરિવારના સભ્યોને લાશ બતાવવા એક કર્મચારીએ ભૂલથી અલીના મળદા વાળો ફ્રિજનો ખાનો ખોલ્યો.

ખાનું ખુલતાની સાથે જ અલીએ ફ્રિજનો દરવાજો ખોલનાર કર્મચારીને હાથ પકડી લીધો. આ જોતા જ એ કર્મચારી અને લાશની ઓળખ માટે આવેલા પરિવારના સભ્યો ડરના માર્યા ત્યાંથી ભાગી છૂટ્યા.

અલી પોતાની રીતે જ ફ્રિજની બહાર નીકળ્યો અને લથડાતા પગે મળદાઘરની બહાર નીકળ્યો. 

 અહીંથી જ તેણે માલવી શહેરમાં રહેતા પોતાના કુટુંબને ફોન કર્યો.

આમ અલીને જીવતો જોઈને તેના કુટુંબના સભ્યોને પણ નવાઈનો પાર ન રહ્યો. 

કેમ..કે થોડી કલાકો પહેલા જ અલી જે મિત્ર સાથે ફરવા ગયો હતો. એજ મિત્ર એ ફોન દ્વારા અલીના અવસાન પામ્યાના સમાચાર આપ્યા હતા.

જ્યારે અલીને આ બનાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે આ એક દિવસનો સમય કેવી રીતે પસાર થયો અને તેની સાથે શુ થયું ? એ કંઈક જાણતો નથી !

આવા રહસ્યમય કિસ્સાઓ દુનિયાના ઘણા ખરા દેશોના અલગ-અલગ શહેરોમાં અને ગામોમાં બનેલાં છે.

કુદરતની કરામત પણ ન્યારી છે.

લોકો થોડું વધારે પણ તાપ,ઠંડી અને વરસાદ સહન નથી કરી શકતા તો ક્યારેક આવા બનાવો બન્યા છે જેમાં અમુક લોકો ઘણી બધી આપતિમાંથી આબાદ રીતે બચી ગયેલા જોવા મળે છે.


© દીપક રાજગોર 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code