મત્સ્ય બાળક
ઇ.સ.1962 ની આ વાત છે.
એક રશિયન વિમાન દરિયા મા તુટી પાડ્યું હતુ. પરંતુ આ વિમાન માં રશિયા દેશ ના અણુશક્તિ વાળા હથિયારો હતાં. આમ અણુશક્તિ વાળા હથિયારો લઇને પરત ફરતું વિમાન અચાનક તુટી પડ્યું અને દરિયામાં ડૂબી ગયું.રશિયાની સરકારે ડૂબકી મારો અને સૈન્યની મદદ લીધી. અનેક ટુકડીઓ રાત-દિવસ જોયા વગર પોતાના સુરક્ષા માટેના સાધનો લઇને દરિયામાં ડૂબકીઓ લગાવતા હતાં. ડૂબકી મારોની એક ટુકડી આ વિમાનનાં ભંગારની શોધ માટે પાણીનાં તળિયે ખૂબ જ ઊંડે સુધી ગઇ. લગભગ બાર હજાર ફૂટ ઉંડે સુધી ડૂબકી લગાવીને તેં લોકો વિમાનનો ભંગાર શોધી રહ્યાં હતાં.
ત્યાંજ તેમની નજર એક વિચિત્ર આકારનાં જળચર જીવ પર પડી.ડૂબકી માર ટુકડીને જોતાંજ તેં જળચર ત્યાંથી દુર જવા લાગ્યું.
ડૂબકી માર ટીમે નવાઈની વચ્ચે તેં જળચર જીવોનો પીછો કાર્યો અને તેની ખુબજ નજીક પહોંચી ગઇ. નજીક જઇને ધ્યાન પૂર્વક જોયુંતો એ માણસ આકારનો જીવ હતો.
દરિયાની અંદર આટલે ઉંડે સુધી પાણીની અંદર માણસ આકારનાં જળચર જીવને જોતાં ડૂબકીમાર ટિમ અચરજમાં પડી ગઈ.
માણસ આકારના દરિયાઇ જીવને જોતાંજ આ લોકોએ વિમાનનો ભંગાર શોધવાનું માંડી વાળ્યું અને આ જીવને પકડવાની મહેનતમાં લાગી ગયાં.
ખુબ જ મથામણ અને મહેનતના અંતે એ દરિયાઇ માણસ આકારનો જીવ પકડાઈ ગયો, ડૂબકીમાર ટીમે તેને કેટલાંક હથિયારો વડે પકડીને દરિયાની બહાર લઇ આવ્યો, અને રશિયન સરકારને તે સોપી દીધો.
આ દરિયાઇ જીવને થોડીક સમય માટે ત્યાંના એક તળાવમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેની પર રશિયાનાં વૈજ્ઞાનિકોએ જાત-જાતનાં પ્રોયૉગ કર્યો હતાં. તેની સાથે વાતચીત કરવાનાં અનેક પ્રયત્નો કર્યા હતાં. પરંતું બધુજ વ્યર્થ ગયુ.
અંતે તેની સાથે વાતચીત કરવાનું કામ લેટિન સાયન્સ સેન્ટર નાં એક બુદ્ધિશાળી ડૉક્ટર ને સોંપવામાં આવ્યુ. નામ તેનુ એથન વીનોગ્રેડ, ડો.એથને દરિયાઇ માણસ સાથે વાતચીતૌ કરવાની કોંશિસ કરી.
તેમણે તેમાં થોડી સફળતા મેળવી લીધી.ડો. એથને આ દરિયાઇ માણસની સાથે ઈશારા થી વાતચીત ચાલુ કરી હતી. અંતે તેમને એ દરિયાઇ માણસના ઈશારા પરથી જાણવા માંડ્યું હતુ કે, તે મત્સ્ય બાળક છે.
એક સમય આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની વચ્ચે એક દેશ હતો.જે એટલાન્ટિસ નામ ધરાવતો હતો. આ દેશ હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયો હતો.એ દેશના લોકો પણ ધીમે-ધીમે પાણીમાં ડૂબી ગયા. પરંતુ તેં ડૂબીને પાણીમાં રહેતા શીખી ગયા હતાં.
આમ ને આમ સમય પસાર થતો ગયો અને એક સમય એવો આવ્યો કે તેમનાં શરીર પર માછલીઓના શરીર પર હોય તેવા ભિન્ગડા આવી ગયા. અને તેમનાં ગલોફા પણ માછલીનાં ગલોફા સમાન બની ગયા હતાં.
આજ પ્રકારનાં લગભગ સાઈડથી સિત્તેર હજાર લોકો દરિયાનાં તળિયે હજુ પણ રહે છે!
આ પુરી વિગત ડો. એથને તે દરિયાઇ માણસ ના ઇસરાની વાતચીત દ્રારા જાણકારી મેળવી હતી.
વૈજ્ઞાનિકો એ જયારે એ "મત્સ્ય બાળક " ની તાપસ કરી તો સાચેજ તેનાં શરીર પર ભીંગળા તથા ગલોફા હતાં. જે માછલીનાં અંગો સમાન હતા.
© દીપક રાજગોર

0 ટિપ્પણીઓ