સોનાની સફર

 સોનાની સફર 


એક ઊંટડી અને એનો નાનકડો દીકરો સોના, રણમાં ધીમે ધીમે ચાલતાં હતાં. એ દિવસે બહુ ગરમી હતી. સૂરજના તાપમાં સળગતી પલી રેતી ચમકી રહી હતી. સૂરજના તાપમાં સળગતી પળી રેતી ચમકી રહી હતી. સોના અચાનક ઊબો રહી ગયે। અને એણે પગ રેતીમાં ખૂંપી દીધો.

એ બોલ્યો : “હું આગળ નહીં જાઉં. મને ખૂબ જ તરસ લાગી છે. મને પાણી જોઈએ.”

એની મા એના તરફ જોઈને બોલી : “મને ખબર છે તને તરસ લાગી છે, દીકરા. પણ હવે બહુ દૂર નથી. નજીકમાં જ ક્યાંક પાણી મળશે. જો.”

એણે પોતાની લાંબી ગરદન દૂર દેખાતાં ઝાડ તરફ લંબાવી.

“પે....લાં ઝાડ તને દેખાય છે? રણોમાં તો જ્યાં ઝાડ હોય ત્યાં પાણી હોય. ત્યાં કદાચ કોઈ ગામડું પણ હશે. બીજાં પ્રાણીઓ પણ હશે. તું એમની સાથે ૨મી શકીશ. હવે ચાલવા માંડ.”

“કેવી મજા!” કહીને સોના ઝડપથી ચાલવા માંડ્યો થોડી જ વારમાં તેઓ ઝાડ પાસે પહોંચી ગયાં સોનાની માએ ડોક ઊંચી કરી અને સૂંધ્યું. પછી ડાબી બાજુ વળીને બોલી : “આ બાજુ આવ. મને અહીંથી પાણીની સુગંધ આવે છે.”

ત્યાં પહોંચીને જોયું તો ઊંચાં ઝાડ અને ગીચ ઝાડીઓથી ઘેરાયેલું, સ્વચ્છ અને ઠંડા પાણીનું એક તળાવ હતું. એમણે માથું નમાવીને ઘણુંબધું પાણી પીધું. પાસેના ઝાડ પર બેઠેલો કાગડો એ બન્ને જોયા કરતો હતો.

સોના અને તેની માએ જ્યારે પાણી પીવાનું પૂરું કર્યું ત્યારે કાગડો બોલી ઊઠ્યો : “બાપ રે! તમે તો કેટલું બધું પાણી પીઓ છો! મેં તો આજ સુધી કોઈ પ્રાણીને આટલું બધું પાણી પીતાં જોયાં નથી. ખરેખર, તમે તો સૌથી વધારે પાણી પીઓ છો!” પછી કાગડો માથું ધુણાવતો બોલ્યો : “તમે તો આખું તળાવ પી જશો!”

ઊંટડી હસીને બોલી : “ના, ના, અમે એટલું બધું ન પી શકીએ. પણ તમારી વાત સાચી છે. અમે ઊંટ એકસાથે બધું પાણી પી લઈએ છીએ.” કાગડાએ પૂછ્યું : “શા માટે?”

“કારણ કે અમે મોટે ભાગે રણમાં રહીએ છીએ અને ત્યાં પાણી મળવું બહુ મુશ્કેલ હોય છે. પરંતુ એથી અમને તકલીફ નથી થતી, કારણ અમે પાણી વિના પણ થોડાક દિવસો પસાર કરી શકીએ છીએ. અમારાં પેટમાં પાણી ભેગું કરવાની જુદી કોથળી હોય છે. અને જ્યારે અમને પાણી ન મળે ત્યારે અમે પાણી પેદા કરી શકીએ છીએ. તમને ખબર છે, અમે છેલ્લું પાણી ક્યારે પીધેલું?”

કાગડાને આ વિચિત્ર પ્રાણીની વાત સાંભળવાની બહુ મજા આવી. એણે પૂછ્યું : “ક્યારે?”

ઊંટડીએ જવાબ આપ્યો : “પાંચ દિવસ પહેલાં.”

“પાંચ દિવસ!” કાગડો આશ્ચર્યથી બોલી ઊઠ્યો. અને પછી એ બીજાં પ્રાણીઓને આ વાત કહેવા ઊડી ગયો.

સોનાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એને ગર્વ થયો. એણે માને કહ્યું : “આપણે કોઈ ખાસ જાતનાં પ્રાણી છીએ, ખરું ને?” મા બોલી : “હાસ્તો.”

પછી બંને ઊંટ ઝાડની છાયામાં બેસી ગયાં. માને તો તરત ઝોકાં આવવા માંડ્યાં. માએ કહ્યું : “સોના, ઊંઘી જા.” સોનાએ કહ્યું : “ના, હું તો ફરવા જઈશ.” અને એ નીકળી પડયો. કાગડાએ તો ચારે બાજુ ઊંટની વાતો ફેલાવી દીધી હતી. કાગડાની વાતથી મોટાં પ્રાણીઓને બહુ નવાઈ ન લાગી, પણ નાનાં પ્રાણીઓ તો તરત આ વિચિત્ર જાનવરોને જોવા નીકળી પડ્યાં. એ બધાં ઝાડીઓ અને ખડકોની પાછળ સંતાઈ ગયાં, જેથી ઊંટ તેમને જોઈ ન શકે.

એ સૌએ સૌનાને ફરતો જોયો.

બોલકણું સસલું ઝાડીમાંથી કૂદીને બહાર આવ્યું અને પોતાના પાછલા પગ પર બેસીને સોનાને ટીકી ટીકીને જોવા માંડ્યું. પછી એકદમ જોર જોરથી હસવા માંડ્યું.

સોનાએ ગુસ્સાથી પૂછ્યું : “તું કોણ છે? આમ હસે છે શા માટે?” સસલું તો હસ્યા જ કરે : “હા... હા... હા! તું કેવો વિચિત્ર દેખાય છે! કાગડાએ અમને કહ્યું કે તમે ભારે નવાઈનાં પ્રાણી છો. પણ તારામાં તો કંઈ જ નથી. તું તો કદરૂપો અને કઢંગો છે. આ લાંબા લાંબા પગ તો જો. અને આ વિચિત્ર ખૂંધ અને આ ડોક - હા... હા... હા...!”

બીજાં પ્રાણીઓ પણ હસવા માંડ્યાં - બકરી, ભૂંડ, હરણ, શિયાળ અને બીજાં બધાં જ. બધાં સોનાને ઘેરી વળ્યાં અને એની મશ્કરી કરવા લાગ્યાં.

ભૂંડે પૂછ્યું : “તારું નામ શું છે? તારી પીઠ પર આવડી મોટી ખૂંધ શાની છે? ચાલો આપણે એને ખૂંધિયો કહીને બોલાવીએ. હા... હા... હા...!”

બકરી બોલી : “ના, ના, આપણે એને ચપટા પગવાળો કહીશું. એના આ કદરૂપા, લાંબા, ચપટા, વિચિત્ર પગ તો જૂઓ.”

પછી બકરી આમતેમ કૂદકા મારીને પોતાના નાજુક પાતળા દેખાડવા માંડી. “આ કઢંગી લાંબી ડોક તો જૂઓ! હા... હા... હા....”

સોનાની ટૂંકડી નાનકડી પૂંછડી બતાવીને શિયાળ બોલ્યું : “અરે આની પૂંછડી જોઈ? અને આ મારી સુંદર પૂંછડી જૂઓ.” એમ કહીને ગર્વથી પોતાની ભરાવદાર પૂંછડી હલાવવા માંડ્યું.

પણ હ૨ણ બહુ દયાળુ અને નમ્ર હતું. એણે કહ્યું : “આ રીતે એની મશ્કરી ન કરો. મારી પૂંછડી જૂઓ. એના જેવી જ નાની છે.” બિચારા સોનાને શું કહેવું, કંઈ સમજ પડી નહીં. એને ગુસ્સો આવ્યો અને માઠું પણ લાગ્યું. એ દોડીને મા પાસે પહોંચી ગયો. આખે રસ્તે એને એ બધાંનો હસવાનો અવાજ સંભળાતો હતો. માત્ર હરણે એની મશ્કરી નહોતી કરી. સોના માને જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. માએ પૂછ્યું : “શું થયું?”

સોનાની આંખોમાંથી તો આંસુ જાય ચાલ્યાં. એ રડતો રડતો બોલ્યો :

“મને એ પ્રાણીઓ નથી ગમતાં. એ બધાં બહુ જ ખરાબ છે. એ બધાં મળીને મારી મશ્કરી કરતાં હતાં. મારાં ગમે તેવાં નામ પાડતાં હતાં - ખૂંધિયો, ચપટા પગવાળો... હું કોઈ દિવસ એમની સાથે નહીં રમું.” પછી એણે માને બધી વાત કરી.

મા બોલી : “જો, ૨ડ નહીં. એ બધાં મૂરખાં છે એટલે હસે છે. એમને ખબર નથી કે આપણને ખૂંધ શા માટે છે. જો ખબર હોત તો એ પણ ભગવાન પાસે ખૂંધ માગત. ખૂંધ જ શા માટે? ચપટા પગ પણ માગત.” 

“પણ ખૂંધ ને ચપટા પગ કેવાં કદરૂપાં લાગે છે? શા માટે આપણને જ છે?”

મા બોલી : “મેં પાણી ભેગું કરવા વિશે જે કહેલું તે તને યાદ છે ને? આ બૂંધમાં આપણે ચરબી ભેગી કરીએ છીએ. જ્યારે આપણને કેટલાય દિવસો સુધી કંઈ જ ખાવાનું ન મળે ત્યારે આપણા ખોરાકનો સંગ્રહ આ ચરબી છે.”

“એ કેવી રીતે?” સોનાએ પૂછ્યું.

માએ કહ્યું : “આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે ખોરાકનો અમુક ભાગ ચરબી બની જાય છે અને ખૂંધમાં ભેગો થાય છે. રણમાં જ્યારે આપણને ઘણા દિવસ સુધી ખાવાનું ન મળે અથવા ઓછું મળે તો આ ચરબીને લીધે આપણે ભૂખથી નબળાં નથી પડી જતાં. એનાથી આપણને ચાલવાની તાકાત મળે છે. ચાલતાં ચાલતાં આપણે આવા રણદ્વીપમાં આવીએ છીએ. અહીં પાણી અને ખોરાક બંને મળી જાય છે.”

સોનાએ પૂછ્યું : “પણ આપણા આ લાંબા લાંબા કદરૂપા, ચપટા પગનું શું?”

મા બોલી : “એને કદરૂપા ન કહેવાય. એ તો ખૂબ જ ઉપયોગી છે.

આપણા લાંબા પગને લીધે આપણે ઝડપથી ચાલી શકીએ છીએ. પગનાં તળિયાં જો ગોળ અને ચપટાં ન હોત તો રેતીમાં ઊંડા ખૂપી જાત અને ત્યાં જ ભરાઈ રહેત. જો બીજાં પ્રાણીઓને આ વાતની ખબર પડે તો એ બધાં આપણી ઈર્ષા કરવા લાગે.”

“અને આપણી લાંબી ગરદન? એનો શો ઉપયોગ?” સોનાએ જરા આનંદમાં આવી જઈને પૂછ્યું.

માએ જવાબ આપ્યો : “આપણા પગ લાંબા છે એટલે આપણી ડોક પણ લાંબી હોવી જોઈએ. નહીં તો આપણે જમીન પર કંઈ પડ્યું હોય એને પહોંચી કઈ રીતે શકીએ? આપણી લાંબી ડોકથી આપણે ઊંચાં ઝાડનાં પાંદડાંને પહોંચી શકીએ છીએ. આપણે દૂર દૂર સુધી જોઈ શકીએ છીએ. આપણી ખૂંધ, આપણા લાંબા પગ, આપણાં ચપટાં તળિયાં અને આપણી લાંબી ગરદન, આ બધાં આપણને ખૂબ જ ઉપયોગી છે. તારે તો એ માટે ગર્વ કરવો જોઈએ.”

હવે સોના ખૂબ ખુશ થઈ ગયો. એની માએ એના માટે જેટલાં તાજાં લીલાં પાંદડાં તોડેલાં એ બધાં સોનાએ ખાઈ લીધાં. પછી એ ઊંઘી ગયો.

બીજે દિવસે એ ફરીથી ફરવા નીકળ્યો. સસલું, શિયાળ. ભૂંડ અને બકરી રમતાં હતાં. સોનાએ તો એ ત૨ફ જોયું સુદ્ધાં નહીં. પોતાની ડોક ઊંચી રાખીને પોતાને રસ્તે ચાલવા માંડ્યો.

શિયાળે કહ્યું : “ચાલો, આપણે એની પાછળ જઈએ.” ળાં હસતાં અને મશ્કરી કરતાં એની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. સોનાએ એમની ત૨ફ ધ્યાન ન આપ્યું. એણે તો ચાલ્યા જ કર્યું. રસ્તામાં તળાવને કિનારે ઊગેલું અંજીરનું ઝાડ આવ્યું. એના પર મોમાં પાણી છૂટે એવાં મોટાં પાકાં ફળ હતાં. સોનાએ ડોક ઊંચી કરીને થોડાં અંજીર તોડ્યાં અને ચાવી જોયાં. એ દેખાતાં હતાં એવાં જ સ્વાદિષ્ટ હતાં. સોના તો પટાપટ અંજીર ખાવા લાગ્યો.

બીજાં બધાં એને જોઈ રહ્યાં. બધાંને અંજીર ખાવાં હતાં પણ ડાળીઓ બહુ ઊંચી હતી.

હ૨ણે પૂછ્યું : “જો આપણે એની પાસે માગીએ તો તમને લાગે છે

કે એ આપણને આપશે?”

બકરી અભિમાનથી બોલી : “હું એની પાસે નહીં આપણા માટે હું તોડી લાવીશ. તમને તો ખબર છે કે હું ક્યાંય પણ ચડી જઈ શકું છું.”

એણે પોતાના પાછલા બે પગ ઝાડ પર ટેકવ્યા અને ડાળને પહોંચવા માટે ડોક લંબાવી. જરા વધુ લંબાવી, વધુ લંબાવી, અને સમતોલપણું ગુમાવ્યું અને ધડામ! જઈને પડી તળાવમાં.

“બચાવો! બચાવો!” એણે બૂમાબૂમ કરી મૂકી.

એના બધા મિત્રો તળાવને કિનારે દોડી આવ્યા પણ કોઈ એને બચાવી શક્યું નહીં. એ બધાં એટલાં નાનાં હતાં કે બકરીને પાણીમાંથી કોઈ બહાર કાઢી શક્યું નહીં. સૌએ સોના ત૨ફ જોયું.

બધાં એકસાથે બોલી ઊઠ્યાં : “મહેરબાની કરીને એને બચાવો! તમે

તો કેટલા મોટા છો!”

સોનાએ તરત જ તળાવમાં ઝંપલાવ્યું.

નીચા નમીને બકરીને કહ્યું : “મારી પીઠ પર ચડી જા.” બકરી આભારવશ થઈને સોનાની પીઠ પર ચડી ગઈ. સોના એને ધીરેથી કિનારે લઈ આવ્યો.

“તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ દયાળુ છો. મેં તમારી મશ્કરી કરી હતી એ માટે મને માફ કરો. ચાલો, આપણે મિત્રો બની જઈએ.” બકરી બોલી.

સસલાએ કહ્યું : “આવો, અમારી સાથે ૨મો. અને જેમ તમે બકરીને પીઠ પર સવારી કરાવી એમ મને પણ કરાવો.”

સોનાએ ખૂબ આનંદમાં આવી જઈને કહ્યું : “ચાલો. આવી જાઓ.” અને એ દિવસથી એ બધાં જ પાકાં મિત્રો બની ગયાં.


સોનાની સફર


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code