2000 વર્ષ જૂની કબર, ખોલવાની નાં હતી, છતાં પણ ખોલી. પછી જે થયું......
મમીવિશે તો તમે જાણતા હશો જ આવીજ એક મમી વિશે તાજેતરમાં એક કિશો સામે આવ્યો છે. અહીપરની વાત વાંચીને કદાચ તમે ચોંકી ઉઠશો.
ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં એક રહસ્યમય કબર આવેલી છે. આ કબર નવ ફૂટ ઊંડે અને પથ્થરની બનેલી છે. લોકોમાં એવી માન્યતા છેકે આ એક રહસ્યમય પથ્થરની બનેલી કબર છે, અને ત્યાંના ધર્મના વડાઓએ આ કબરને "નાં" ખોલવાની કડક ચેતવણી આપી હતી. છતાં પણ કેટલાક લોકોએ આ ચેતવણીને ધ્યાનમાં નાં લેતા આ કબરને ખોલી હતી. એવું કહેવામાં આવે છેકે આ એક શ્રાપિત કબર છે, જો આ કબરને ખોલવામાં આવશે તો એ ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આવી ચેતવણી હોવ છતાં પણ આ કબરને ખોલવામાં આવી, જ્યારે કબરને ખોલીને તેના પર સંશોધન કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે આ કબર બે હજાર વર્ષ જૂની છે, અને સંશોધનકર્તાઓ ને આ કબર માંથી ત્રણ મમી મળી આવ્યા હતા જે સંપૂર્ણ પણે વિઘટીત હતી.
સંશોધનકર્તાએ જણાવ્યા અનુસાર વાત જોઈએ તો,
ત્રણેય મમી બ્લેક ગ્રેનાઈટથી બનેલી કબરની અંદર ગંધાયેલા ગટરના પાણીમાં તરતા જોવા મળ્યા હતા.
એક વખત વર્ષ 1922 માં રાજા તુતનખામુનની સમાધિ ખોલવામાં આવી હતી, ત્યારબાદ ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારથી આ કબર વિશે પણ ઘણી અફવાઓ ફેલાયેલી હતી.
લોકો આ બે હજાર વર્ષ જૂની કબરને પણ શ્રાપિત માની ને અફવાઓ ફેલાવતા હતા.
પરંતુ આ કબર ખોલ્યા પછી કોઈને નુકસાન થયું નથી .

0 ટિપ્પણીઓ