ક્રૂર રાજા
આ દુનિયા રહસ્યો અને રોમાંચથી ભરપૂર ભરેલી છે. દુનિયામાં કેવા ધુની અને ક્રૂર માણસો પણ હતા.
તેવી રોમ દેશની આ વાત છે.
રોમ દેશના એક સામ્રાજ્યનો સમ્રાટ...
નામ તેનું ''એલ્ગાબેલ્સ'' ચૌદ વર્ષની ઉંમરે તે ત્યાંની રાજગાદી પર આવ્યો. પરંતુ થોડા જ વર્ષમાં તેની સગી દાદીએ જ આ રાજાનું કાસળ કઢાવી નાખ્યું હતું.
ઈ. સ. 218 ના અરસામાં આ રાજા થઈ ગયો. રાજા એલ્ગાબેલ્સ ધુની અને ક્રૂર સ્વભાવનો હતો.
એવું કહેવાય છે કે, રાજા એલ્ગાબેલ્સ ક્રૂરમાં ક્રૂર મિજબાની માટે વિશ્વભરમાં મશહૂર હતો. લોકો તેની મિજબાનીનું નામ સાંભળતા જ થરથરવા લાગતા હતા. આ રાજા ની મિજબાની કઈ આવી હતી. રાજા એલ્ગાબેલ્સ જે પણ વ્યક્તિને પોતાની મિજબાનીમાં આમંત્રણ આપતો તે વ્યક્તિ સમજી જતો કે એ તેની જિંદગીનો છેલ્લો દિવસ છે. અને તે આ ફાની દુનિયા છોડીને જવાનો છે. પરંતુ એ વ્યક્તિ એ વિચારથી જ થથરી જતો કે આ મિજબાનીમાં તેની પર કેવી ક્રૂરતા થવાની છે. રાજા પોતાની આ મિજબાનીમાં આમંત્રણ આપેલ વ્યક્તિને ભરપેટ જમાડતો સારા સારા પકવાન જમાડ્યા પછી તેને જાત જાતના જીવજંતુઓ ખવડાવતો. જીવજંતુ ખવડાવ્યા પછી તે વ્યક્તિને વીંછી ખવડાવતો. આમ વીંછી ખાવાથી તેનું મોત ના થાય તો તેને ખાવા માટે સાપ આપતો. સાથે સાથે કાચના ભૂકાવાળો શિરો પિરસતો. આમ સાપ વીંછી અને કાચના ભુકાવાળા શીરા વડે જો વ્યક્તિ ના મરે તો તેને શરબતના રૂપે ઝેર પીવડાવવામાં આવતું હતું. આમ જ્યાં સુધી આમંત્રીત મહેમાન મરી ના જાય ત્યાં સુધી આ મિજબાની ચાલ્યા કરતી હતી.
જે પણ વ્યક્તિને આ મિજબાનીમાં જવાનું આમંત્રણ મળે તેણે ફરજીયાત જવું પડતું હતું. જો કોઈ વ્યક્તિ એ મિજબાનીમાં જવાની ના પાડે તો તેને ભયંકર સજા કરવામાં આવતી હતી. આ સજામાં ના આવનાર વ્યક્તિના હાથ-પગ કાપી નાખવામાં આવતા હતા.
નાનપણથી જ આવા ઘાતકી અને ક્રૂર સ્વભાવના રાજા સામે બોલવાની કોઈની હિંમત નોહતી ચાલતી.
એક વખત તેના એક મંત્રીએ આ મિજબાની પર પ્રશ્ન ઉઠાવ્યો હતો...
જેની સજા રૂપે રાજાએ તેના હાથ-પગ કાન-નાક કપાવી નાખ્યા તેની આંખો ફોડી નાખી તેને ફેંકી દીધો હતો. પાગલની જેમ આમ ઘાતકી સ્વભાવના ક્રૂર રાજા સામે બોલવાની કોઈની હિંમત ચાલતી નહિ. આમ ઘાતકી હત્યાઓ ચાલુ જ રહેતી હતી.
એક વખત તેણે પોતાના કેટલાક અંગત મિત્રોનું સ્વાગત કર્યું. જેમાં તેના મિત્રો ઉપર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવી. આ સ્વાગતમાં એ લોકો પાંખડીઓ વચ્ચે દટાઈને મરી ગયા ત્યાં સુધી આ સ્વાગત ચાલ્યું હતું. એક વખત આ ક્રૂર રાજાએ પોતાની મિજબાનીમાં તેની દાદીમાં ને આમંત્રણ આપ્યું.... પરંતુ તે જ દિવસે તેની દાદીએ પોતાના અંગત અને વિશ્વાસુ માણસો પાસે આ રાજાનું ખૂન કરાવી તેની ક્રૂરતાનો અંત આણ્યો હતો.
© દીપક રાજગોર

0 ટિપ્પણીઓ