ગાય સેવા એ જ પ્રભુ સેવા

ગાય સેવા એ જ પ્રભુ સેવા
લેખિકા : મયુરી દાદલ 



રાજપીપળામાં કોઈ એ ગામના ભાગોળે ગાય પર એસિડ ફેંક્યું. ગાય ને અતિશય વેદના થાય છે, અને ત્યાં જ જમીન પર પડી જાય છે. હવે આવુ હલકુ કામ કરનાર કોણ હતુ એ ખબર ના પડી!.
એ જ ગામમાં ગાયનો પ્રિય કિશન. નામ એવા જ ગુણ શ્યામ વર્ણ અને એને ભગવાન શ્રીકૃષ્ણની ગાય બહુ વ્હાલી તેને આ વાતની ખબર પડી.એ તાબડતોબ એ જગ્યા પર જાય છે, જ્યાં ગાય પડી ગઈ છે.
કિશન ત્યાં જઈને એના દોસ્ત નયનને ફોન લગાવે છે. 
"હલો નયન તુ જલ્દી તારા ટ્રેકટરને લઈને ગામની ભાગોળે આવી જા "
"કેમ કિશન..શુ થયુ ? આટલી ઉપાધિમાં કેમ લાગે છે?"
"અરે અહીં કોઈએ ગાય પર એસિડ ફેંક્યું છે, તો આપણે બાજુના શહેરમાં ગાયને પશુના  દવાખાને લઈ જાવી જોશે...તુ મારા ભાઈ જલ્દી આવ.."
"હા હુ આવુ છુ. " નયન ફોન મુકીને ટ્રેક્ટર તરફ જાય છે.નયન ટ્રેક્ટર પર બેસીને ટ્રેકટર ચાલુ કરે છે અને એ બાજુ લઈ જાય છે જ્યાં કિશન ગાય પાસે ઊભો છે.
આ બાજુ કિશન બીજા બે ચાર માણસોને કહે છે કે,"તમારી અમને ગાય ને લઈ જાવામાં જરુર પડશે જો તમે અમારી સાથે આવો તો વધારે સારુ રહેશે."
એમાંથી ગામના એક સરપંચ જીવાબાપા કહે છે કે,"કોઈ આવે કે ના આવે હુ આવીશ હજુ અમ પર માનવતા મરી પરવારી નથી નિદોર્ષ અબૂધ ગાયમાતા પર એસિડ ફેંકનાર તો જાનવર છે.અમે જો તારા સાથે નહિ આવી અમે પણ જાનવર કહેવાશું"
વાત ચાલુ હતી ત્યાં જ નયન ટ્રેકટર લઈને આવી પહોચે છે.કિશન, નયન ,જીવાબાપા અને બીજા ત્રણ માણસો ગાયને દોરડાની મદદથી બાંધીને ટ્રેકટર પર ચડાવે છે.નયન અને કિશન સાથે જીવાબાપા પણ શહેરમાં દવાખાને જાય છે. બીજાને જાવાની જરુર ના લાગી એટલે તેઓ ના ગયા આશરે એક કલાકની આસપાસના સમયે લોકો ગાયને લઈને દવાખાને પહોંચી ગયા. 
કિશન પહેલા ટ્રેકટર પરથી નીચે ઉતરે છે અને દવાખાને ડોકટર છે કે નહિ તેની તપાસ કરાવે છે. દવાખાનાની ઘડીયાળમાં હજુ અગિયાર વાગ્યા હતા એટલે ડોકટર ત્યાં જ હતા. 
કિશન ચિંતાની સાથે ડોકટર પાસે જાય છે, અને જે કાંઈ ગામમાં બન્યું એ જણાવે છે.
ડોકટર કહે છે કે "શાંત થાવ ભાઈ ગાય ક્યાં છે, મને ત્યાં લઈ જાવ.
ડોકટર એનો જરુરી સામાન લઈને કિશન સાથે જાય છે.કિશન ડોકટરને દવાખાનાની બહારે જ્યાં ગાય ટ્રેકટરમાં  હજુ બેહોશ પડી છે ત્યાં લઈ જાય છે. 
ડોકટર તરત જ ગાયની પ્રાથમિક સારવાર ટ્રેકટરની અંદર ચાલુ કરી દે છે. સારવાર કરતા ડોકટર કિશનને અને જીવાબાપાને જણાવે છે કે ભારતમાં ગાયનું શુ મહત્વ છે.
ડોક્ટર કહે છે કે "ભારતીય પરંપરા મુજબ ગાય એ પશુ નહિ પણ 'ગૌમાતા' તરીકે પુજન્ય છે, કારણ કે પુરાણોમાં ગાયની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એવો ઉલ્લેખ કરવામાં આવે છે. પણ અમુક નરાધમો જેઓ ધર્મભિરુ નથી, એ લોકોને ગાય પર આવો અત્યાચાર કરતા ડરતા પણ નથી.અરે અહીં મોટા શહેરોમાં તો લોકો ગેરકાયદેસર ગાયોને લઈ જઈને કતલખાનામાં વહેંચી આવે છે અને કતલખાના વાળા ગાયનું ગૌમાંસની વિદેશોમાં વહેંચીને સારી એવી આવક ઊભી કરે છે. "
"પણ આવું બધું થાય છે તો પોલીસ શુ કરે છે ?" વાત સાંભણતા કિશન ગુસ્સામાં જ બોલી નાખે છે, કારણ કે કિશનને ગાય એટલી પ્રિય છે જેટલી એક માઁ ને એના સંતાનો હોય છે.
"પોલીસ શુ કરવાની !? પોલીસને પણ પૈસાથી મોઢા બંધ કરાવી નાખે છે.અમુક પોલીસ તો આવા લોકોના ડરથી કાંઈ કરી શકતા નથી."
વાતો વાતોમાંથી ગાયની સારવાર થઈ જાય છે કિશન ડોકટરને સારવારના પૈસા આપે છે.પણ ડોકટર લેવાની ના પાડે છે.એમનું એવું માનવું છે કે "ગાય આપણી માતા છે અને એની સેવા કરવા મળે એ જ મારું નશીબ છે."
થોડી વાર પછી ગાય હોશમાં આવે છે. કિશન કહે છે કે "જીવાબાપા હવે બહુ મોડું થઈ રહ્યું છે આપણે ઘરે જાવુ જોઈએ"
જીવાબાપા, કિશન અને નયન ગામ તમફ જવા નીકળે છે.નયન ટ્રેકટર ચાલુ કરે છે.રસ્તામાં કિશનને ડોકટરની વાતો મગજમાં ઘર કરી જાય છે. એના મગજમાં ગાય માટેના વંશજને કેમ બચાવવો એવા જ વિચાર ચાલ્યા કરે છે.કિશનની મનોવ્યથા જીવાબાપા સમજી જાય છે, કેમ કે એમનામાં ઉંમરની સમજણ છે.
"આપણે કિશન ગામમાં ગાય માટે ગૌશાળા ચાલુ કરવી જોઈ જેથી નિરાધાર ગાયોને આધાર મળી જાય અને કોઈ પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ ના કરી શકે"જીવાબાપાને મનમાં જે વિચાર આવ્યો એ જણાવ્યો.
કિશનને આ વાત પર વિચારવાનું ચાલુ કરે છે ત્યાં થોડી વારમાં ગામનું પાદર આવી જાય છે.કિશન ગાયને પોતાના ઘરે લઈ જાય છે. આજુ બાજુના લોકો ભેગા થઈને ગાયને ટ્રેકટર પરથી નીચે ઉતારે છે. 
કિશનની સાથે એના માતા પિતા પણ દયાવાન હતાં. કિશનના પરિવારની સેવા થકી થોડાક દિવસ પછી ગાય પુરી સ્વસ્થ થઈ જાય છે.કિશનને જીવાબાપા એ ગાયના બચાવ માટે જે સુજાવ કીધો હતો એ માટે એ જીવાબાપા પાસે જાય છે.
"જીવાબાપા તમારા આપેલા સુજાવ પર મે વિચાર કર્યો છે અને આ માટે મારે તમારી જરૂર પડશે.કિશન પોતાની વાત રજૂ કરે છે."
જીવાબાપા કહે છે કે "મારી ઉંમર ભલે થઈ ગઈ હોય પણ ભગવાન એ આપેલા અવતારમાં મારી છેલ્લી ઘડીએ જો માનવતા દાખવી રાખીશ તો મારુ આ દૂનિયામા આવુ સફળ થયુ સમજીશ."
કિશનને જીવાબાપાનો ખૂબ સારો સહકાર મળી ગયો કિશને ગાયના સ્વરક્ષણ માટે એક બિનખેતી જમીન જે ઉપયોગ વિનાની હતી ત્યાં મોટો વાડો બનાવઃ છે અને આ કામ માટે શહેરમાં જઈ સરકારી કચેરીમાં જઈને જરુરી કાગળીયા બનાવે છે. આ ગૌશાળાની આજૂ બાજુના ગામોને જાણ થાય છે.એ પણ કિશનને આવા સારા કામ માટે સહકાર આપે છે.ધીરે ધીરે રસ્તે રખડતી ગાયોને ગૌશાળામાં લોકો મુકવા આવે છે અને ગાયની સેવા ચાકરી પણ સારી એવી કરે છે.

(આ વાર્તાનો ઉદેશ એટલો છે કે માનવ છો માનવ થઈને બતાવો. હજુ ભારત જેવા દેશમાં આપણી ગૌમાતાને વહેંચવામાં આવે છે.તો આ કાર્યમાં આપણે થોડી તો કરુણતા બતાવી જોય. ) 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code