વતનના જાંબાઝ

વતનના જાંબાઝ 
લેખિકા : મયુરી દાદલ 



એ વતન વતન મેરે આબાદ રહે તુ,
મૈં જહાં રહું જહાં મે યાદ રહે તુ...

લંડનમાં રીટાયર્ડ ફૌજી શેરસિંહ રાઠોડ પોતાના ઘરના લોન પર સવારના ચા પીતા પીતા રેડિયો પર આવતા દેશ ભક્તિના ગીતો સાંભળી રહ્યા હતા.એવામાં તેની 25 વર્ષની તેમની પૌત્રી કિયારા પાસે આવતા બોલે છે.
"ગુડ મોર્નિંગ મેરે યંગ એન્ડ હેન્ડસમ દાદુ.મમ્મા એ કીધુ કે તમારે મારુ કામ હતુ બોલોને દાદુ તમારે મારુ શુ કામ હતુ ?આંખોના નંબર બતાવવા જાવવુ છે તો હાલો હમણા જઈએ."
કિયારાએ એના 80 વર્ષના દાદા શેરસિંહ ને ઉદેશેની કહે છે. રિટાયર્ડ ફૌજી શેરસિંહ પોતાની મૂંછ પર તાવ દેતા કહે છે, "અરે મારી જન્મભૂમિ અને કર્મભૂમિ જ મારા ભારત દેશની છે એના અનાજ થકી હજુ 80વર્ષનો હોવા છતા તને યંગ એન્ડ હેન્ડસમ લાગુ છુ તો મને આંખના નંબર ના આવી શકે.મારી યુવાનીમાં બોર્ડર પર કેટલાય દુશ્મનોને મૌતને ઘાટ ઉતાર્યા છે હજુ કોઈ મારી સામે લડવા આવી જાય તો હું પાછી પાની ના કરુ."
કિયારા એના દાદાના વખાણ સાંભળીને એના મુખમાંથી આશ્ચર્યના ભાવથી કહેવાય જાય છે,"વાવ દાદુ....ખરેખર ઈન્ડિયા અને ત્યાં રહેતા લોકો એવા બહાદૂર છે તો મારે ઈન્ડિયાની મુલાકાત લેવી જોશે."
શેરસિંહ એની પૌત્રીને કહે છે કે,"તારો જન્મ પણ થયો નહતો અને તારા ડેડ અહી લંડન આવીને પોતાનો બિજનેસ સેટ અપ કરી નાખ્યો અહીં એણે એની કર્મભૂમિ બનાવી લીધી.હુ આર્મીમાં રિટાયર્ડ થયો ગયો તો ત્યાં તારા દાદીના ગયા પછી હુ એકલો પડી ગયો તો મને પણ તારા પપ્પા ઈન્ડિયા આવીને મને અહીં લઈ આવ્યા.હુ પણ છેલ્લા વીસ વર્ષથી ઈન્ડિયાને બહુ મીસ કરુ છુ."
"મે તને અહીં એટલે તો બોલાવી છે કે કાલે ઈન્ડિયાથી એક લેટર આવ્યો છે.15ઓગસ્ટના દિવસે ભારતને ઇન્ડીપેન્ડન્સ થઈ ગયાને 75 વર્ષ થવાના છે.આ ખુશી નિમિત્તે પ્રધાન મંત્રી તરફથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરે છે. દિલ્હીમાં પ્રધાન મંત્રી અને મુખ્ય મંત્રીના હસ્તે રિટાયર્ડ દરેક આર્મીને સન્માનિત કરવાના છે.મારી ત્યાં જાવાની ઈચ્છા છે તુ આવે તો આપણે બન્ને ઈન્ડિયા જવા નીકળીએ."
પોતાના દાદુની વાત માનીને થોડીક વાર વિચાર કરીને કિયારા  બે દિવસ રહેવા માટે ઈચ્છાથી પોતાની ઈન્ડિયા આવવાની મંજૂરી બતાવે છે.કિયારા એ એના અને એના દાદાના તાત્કાલિક વિઝા બનાવીને ઈન્ડિયા જવા રવાના થાય છે. 
14 ઓગસ્ટની સાંજે ચાર વાગ્યે શેરસિંહ અને કિયારાની દિલ્હીના એરપોર્ટ પર ફલાઈટ લેન્ડ થાય છે.એરપોર્ટથી બન્ને લાલ કિલ્લાની નજીકના હોટેલમાં જવા એક ટેક્શી પકડીને જાય છે.રસ્તામાં કિયારા ટેક્શીની બહાર દિલ્હી શહેરની આબાદીને જોઈ રહી હતી.લંડન જેટલુ વિકસિત શહેર નહતો અમુક જગ્યાએ જોઈ એવી ચોક્સાઈ પણ નહતી.એ એના દાદા તરફ જોઈને કહ્યું કે "દાદુ આ શહેરમાં તો શ્વાસ લેવુ પણ મુશ્કેલ બની જાય છે.કેટલીક ટ્રાફીક અને પ્રદૂષણ છે.બહાર જરાક જોવો તો અહીં હુ બે દિવસ કેવી રીતે રહી શકીશ ખબર નહિ."
શેરસિંહ એની પૌત્રીને સમજાવતા કહે કે," અરે પાગલ હજુ તને અહીં આવે એક કલાક નથી થઈ તુ એમ કહે છે કે અહી બે દિવસ કેવી રીતે નીકળશે હજુ મારે તને પુરુ ઈન્ડિયા પણ બતાવવુ છે."
"અરે ના દાદુ ના મે અહીં જ બધુ જોઈ લીધુ આટલુ બોલીને" કિયારા હસવા લાગી અને સાથે એના દાદા પણ હસવા લાગ્યા.
વાતો કરતા કરતા હોટેલ આવી જાય છે. ટેક્શી વાળાને ભાડુ ચુકતે કરીને હોટલ પર શેરસિંહ બે સિંગલ રુમ બુક કરીને પોતપોતાના રુમમાં ફ્રેશ થવા જાય છે.રાતના આઠ વાગ્યે શેરસિંહ કિયારાના રુમમાં એને ડિનર માટે બોલાવવા જાય છે.કિયારા શોર્ટ સ્કર્ટ અને શોર્ટ ટીશર્ટ પહેરીને એના દાદાની રાહ જોઈ રહી હતી.
કિયારાને શોર્ટ સ્કર્ટમા જોઈને એના દાદા કહે છે કે,"આવતી કાલે લાલ કિલ્લાના પરેડમાં તુ આવા તારા શોર્ટ પહેરતી નહિ આ ઈન્ડિયા છે લંડન નથી.ભૂલતી નહી નકર લોકો ધ્વજ સામે સલામી આપતા આપતા તને સલામી આપવા લાગશે."
કિયારા એ હસતા કહ્યુ ,"આઈ...નો..આઈ..નો..દાદુ મને મમ્માં એ કાલ માટે પહેવા વ્હાઈટ પંજાબી શુટ આપ્યો છે.કાલ હુ એ જ પહેરવાની છુ.ચલો દાદુ મને ભૂખ લાગી છે.જમવા જઈએ."
કિયારા એના દાદાનો હાથ પકડીને નીચેના રેસ્ટોરન્ટમા જમવા જાય છે.જમીને થોડીક વાર હોટલની ચોમેર રાઉન્ડ લગાવીને તેઓ સુવા માટે પોતપોતાના રુમમાં ફરી પ્રયાણ કરે છે.
વહેલી સવારે લાલ કિલ્લા પર શેરસિંહ કિયારા સાથે  ધ્વજારોહણના કાર્યક્રમમાં નીકળી જાય છે.દિલ્હીમા ઠેર ઠેર 15 ઓગસ્ટ હોવાથી દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા હતા.કિયારા એ એના મમ્મી એ આપેલો સફેદ પંજાબી ડ્રેસ પહરેલો છે.શેરસિંહ એ પણ સફેદ ઝબ્બો અને લેંઘો પહરેલો છે.લાલા કિલ્લા પર પહોંચતા શેરસિંહ એના જુના સાથીઑ સાથે મુલાકાત કરવા જાય છે.શેરસિંહ પોતાના સાથીને મળીને જુની વાતોમાં મશગુલ થઈ જાય છે.કિયારા બધા વચ્ચે કંટાળીને એના દાદાની મંજુરી લઈને લાલ કિલ્લાની ઐતિહાસિક રચનાને જોવા નીકળી પડે છે.
કિયારા કોઈ ચાર અજાણ્યા માણસોને જોવે છે.જોતા એવુ લાગે કે એ આતંકવાદીઓ હોય કારણ કે કિયારાએ ઘણી વાર એના દાદા પાસે આતંકવાદીના પહેરવેશ અને દેખાવ વિશે સાંભળ્યું હતુ પણ એ આતંકવાદીઓની આંખો લાલ લાલ હોય છે એ પોતાનો ફેશ ના દેખાય એટલે મોઢાની ઢાંકીને રાખે છે.આ લોકો પણ કિયારાને એવા જ લાગતા હતા.ઊ
એ લોકો વિચિત્ર દેખાતા હોવાથી એ ચોરીછુપી એમની વાતો સાંભળવા નજીક જાય છે.એમાંથી એક શખ્સ ફોન પર કોઈને કહી રહ્યો હતો કે,"બોસ મે ટાઈમ બોમ્બને ધ્વજારોહણની પાસે ફીટ કરી દીધો છે.અડધી કલાક પછી પ્રધાન મંત્રી જેવા ધ્વજ ફરકાવવા જશે કે ટાઈમ બોમ્બ ફાટશે અને પ્રધાન મંત્રી સાથે બીજા દેશોવાસીઓ પણ શહીદ થઈ જશે."
આતંકવાદીઓના આ પ્લાન સાંભળીને કિયારા ડરી જાય છે.અચાનક એને એના દાદા યાદ આવે છે અને આ વાત એના દાદાને કહેવા દોડે છે.ત્યાં ચાર આતંકવાદીમાંથી એકની નજર કિયારા પર પડે એ લોકોને શંકા જાય છે કે એમનો પ્લાન એ છોકરીએ સાંભળી ના લીધો હોય.એ લોકો કિયારાને પકડવા એની પાછળ દોડે છે.
ગભરાટ અને ડરના મારી કિયારા એક યુવાન છોકરા સાથે અથડાય છે.એને ગભરાતી જોઈને યુવાન પુછે કે."આપ કોણ છો?શુ થયુ કેમ ગભરાયેલા છો?"
કિયારા પોતાના ડરનુ કારણ કહેતા જણાવે છે કે,"સોરિ ...સોરિ ગુન્ડા... નહિ...આતંકવાદી લાગે એવા માણસો મારી પાછળ પડ્યા છે.એમણે જ્યાં ધજા ફરકાવવામાં આવશે ત્યાં ટાઈમ બોમ્બ ફીટ કરેલો અડધી કલાકમાં પ્રધાનમંત્રી જેવા ધજા ફરકાવશે એ સાથે બોમ્બ ફાટશે સાથે બધા લોકો એમાં મરી જાશે."કિયારા એ ઝડપથી એની પાછળ આતંકવાદી આવતા નથી એનુ ધ્યાન રાખતા એ યુવાનને એક આતંકવાદીએ ફોન પર જે વાતો કરી એ જણાવી દે છે.
યુવાન એને શાંત પાડે છે ત્યાં પહેલા કિયારાનો પીછો કરતા આતંકવાદી આવી જાય છે.યુવાન એની સાથે લડવા જાય છે અને સાથે કિયારાને કહે છે કે એ આજુબાજુ કોઈ પોલીસ ઓફીસર હોય એને બોલાવી લાવે.
કિયારા પાંચ મિનીટની અંદર પોલીસને બોલાવીને આવે છે જે ચાર આતંકવાદીઓને પકડાવી પાડે છે.બોમ્બ ફોટવાને પંદર મિનિટની વાર હોય છે.હવે બોમ્બને શોધવુ મુશ્કેલ કામ પડી ગયુ હતુ.
જે યુવાને કિયારાનો બચાવ કર્યો એ ધ્વજ પાસે દોડીને જાય છે અને બોમ્બને શોધે છે. થોડીક મિનિટોમા એ બોમ્બને શોધી કાઢે છે.બોમ્બને ડિસ્પોઝ કરવાનો સમય બહુ ઓછો હતો.
યુવાને પોતાની બહાદૂરીથી બોમ્બને પકડીને જ્યાં પબ્લીક વગરની જગ્યા મળે એ તરફ રવાના થઈ ગયો એક જગ્યા જોઈ જે સાવ ખુલ્લી જગ્યા હતી.માણસો પણ નહિવત જોવા મળ્યા ત્યાં યુવાન આકાશમાં બોમ્બને ફેંકે છે.બોમ્બને ફેંકવાની સાથે આકાશમાં જોરદાર ધડાકો થાય છે અને બોમ્બ ફુટે છે.
યુવાનની બહાદૂરીથી પ્રધાનમંત્રી અને બીજા હજારો દેશવાસીઓ મૌતના મુખમાંથી બચી નીકળ્યા.કિયારાને યાદ આવ્યુ કે એના દાદાએ કહેલી વાતો કે, "આ દેશની ભૂમિ પર માયકાંગલા નહિ પણ વીર અને સાહસી પુરુષો એ જન્મ લીધો છે."બધુ પોતાની નજરે જોતા કિયારાને સમજાયુ કે કોઈ રાષ્ટ્રહિતની સર્વોપરી થકી  જનતા માટે જીવના જોખમે દરેક નાગરિકનો જીવ બચાવ્યો.ખરેખર આવુ તો એક ઈન્ડિયા દેશમા બની શકે.
યુવાનની બહાદૂરીની સહાનતા માટે લાલ કિલ્લામા જેટલા લોકો અને પોલીસ દળો હતા એ યુવાનને કશુ થયું નથી એ તપાસ કરવા માટે જાય છે.સાથે શેરસિંહ અને કિયારા પણ એ યુવાન પાસે પહોંચી જાય છે.શેરસિંહ યુવાનની બહાદૂરી જોતા કહી દે છે કે,"યુવાન તે જીવને હથેલી પર રાખીને આ સાહસી કામ કર્યુ. મારી પૌત્રી અને દરેકનો જીવ બચાવ્યો.તુ સાચા અર્થમાં વતનનો જાંબાઝ યુવાન છે. તારી આ હિમ્મત  જોઈને હુ જરુર કહીશ કે તુ કોઈ આર્મી કે પોલીસના કુળથી જન્મ લીધેલો છે.તારી ઓળખાણ આપીશ બેટા?"
યુવાન પોતાની ઓળખાણ આપતા કહે છે કે,"સર..તમે સાચુ અનુમાન લગાવ્યુ.હુ રિટાયર્ડ આર્મી અમરસિંહનો પૌત્ર છુ.મારુ નામ પરમદિપ સિંહ છે."
અરે આ બહાદૂરી તારા રગમા છે.તુ અમરસિંહનો પૌત્ર છે.એ તો તારા કરતા પણ ખૂબ હોશિયાર છે. મે સાત વર્ષ એની સાથે કામ કર્યું હતુ. દૂશ્મનોને મારવા માટે એ હેડ ઓફીસરના ફેસલાની પણ રાહ જોતા નહિ.ખૂબ જ નિડર વ્યકિતત્વ હતુ. એ ક્યા છે આવ્યા છે અહી?"શેરસિંહ પોતાની વાત પુરી કરે છે ત્યાં જ અમરસિંહ આવી પહોચે છે.
અમરસિંહને જોતા શેરસિંહ કહે છે કે,"અરે અમરસિંહ તારી વાતો ચાલતી હતી.તારો પૌત્ર બિલકુલ તારા પર ગયો છે."આમ બન્ને રિટાયર્ડ ફૌજી વાતોએ લાગી જાય છે.
કિયારા પરમદિપ સિંહની આભાર વ્યક્ત કરતા તેનાથી હાથ મિલાવે છે.કિયારા અને પરમદિપની આંખો મળતા એક ક્ષણમા બન્ને એકબીજાના પ્રેમમાં પડી જાય છે.
બધુ શાંત થઇ ગયા પછી ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલુ થાય છે.પ્રધાનમંત્રી ધ્વજ ફરકાવે છે, પછી તેઓ અત્યાર સુધી દેશ એ કરેલી પ્રગતિ પર ભાષણ આપે છે.કાર્યક્રમોમા ઉપસ્થિત આગેવાનોનુ સન્માન કરે છે સાથે પરમદિપે આજ એની બુધ્ધીથી દરેક દેશવાસીઓનો જીવ બચાવ્યો એના માટે એને અભિનંદન આપે છે.
ત્રણ કલાકના કાર્યક્રમ પછી શેરસિંહ લંડન જાવાની તૈયારી કરે છે અને કિયારા હંમેશને માટે પરમદિપ સાથે ઈન્ડિયા રહી જાય છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code