જાણો વિશ્વના આ 5 રહસ્યો વિષે જેને આજ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યું નથી

 જાણો વિશ્વના આ 5 રહસ્યો વિષે જેને આજ સુધી કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યું નથી.



પૃથ્વીથી લઈને આકાશ સુધી, અથવા તો એમ કહીં એકે આખું બ્રહ્માંડ જ રહસ્યોથી ભરેલું છે. જેમાં ઘણી વાર ઘણા વૈજ્ઞાનિકો આવ્યા અને વ્ય પણ ગયા પરંતુ હજી પણ એવા ઘણા રહસ્યો જેના વિષે કોઈ પણ વ્યક્તિ જાણી શક્યું નથી નથી. આજે અમે તમને એવા જ કેટલાક રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વર્ષોથી એક વિચિત્ર કોયડો(પહેલી) બનીને રહ્યા છે. આજ સુધી કોઈએ પણ આ રહસ્યો ને ઉકેલી શક્યું નથી.


*તાઓસ હમ્મ (ગુંઝ)*

ન્યુ મેક્સિકોના એક નાનકડું શહેર આવેલું છે તાઓસ. જેના વિષે કહેવામાં આવે છે કે આ શહેરની બહારના ભાગમાં ડીઝલ એંજીનનો અવાજ લોકોને સંભળાતો હોય છે. અને લોકો આ અવાજ સ્પષ્ટ રીતે સાંભળી પણ શકે છે, પરંતુ આ અવાજ ક્યાંથી આવે છે તેની કોઈને ખબર નથી. ઘણા ડિટેક્ટીવ મશીનો પણ આ અવાજના સ્ત્રોતને શોધી શક્યા નહીં. આ રહસ્યમય અવાજ ને ‘ટાઓસ હમ (ગુંઝ)’ તરીકે ઓળખાય છે.

*ક્રિપ્ટોઝ (વર્જિનિયા)*

વર્જીનીયાના લોંગલીમાં સ્થિત સીઆઈઆઈ મુખ્યાલયની બહાર ‘ક્રિપ્ટોઝ’ તરીકે ઓળખાતી એક આકૃતિ રહેલી છે. આના ઉપર ઘણા કોડ લખવામાં આવ્યા છે, જેમાંથી માત્ર ત્રણને જ ડીકોડ કરવામાં આવ્યા છે, પરંતુ ચોથા કોડ કોઈ પણ વ્યક્તિ ઉકેલી શક્યો નથી. આ આંકડો અમેરિકન કલાકાર જિમ સનબોર્ન દ્વારા બનાવવામાં આવ્યો હતો. આજ દિવસ સુધી તે એક રહસ્ય રહ્યું છે કે તે કોડમાં શું છે, જેને વિશ્વભરના લોકો ઉકેલી શક્યા નથી.

*વૉયનીક હસ્તપ્રત (હસ્તાક્ષર)*

આ 600 વર્ષ જુના પુસ્તક ને વિશ્વનું સૌથી વધારે રહસ્યમય પુસ્તક માનવામાં આવે છે. 240 પાનાનું આ પુસ્તક હાથથી લખાયું છે, પરંતુ આજ સુધી કોઈને પણ ખબર પડી નથી કે આ પુસ્તક કોને લખ્યું છે અને તે પણ કઈ ભાષામાં લખ્યું છે. આ પુસ્તક એક વણઉકેલાયેલા કોયડા(પહેલી) જેવું છે.

*રહસ્યમય ઇલેક્ટ્રિક પ્લગ*

અમેરિકામાં રહેતા એક વ્યક્તિને ક્યાંકથી એક રહસ્યમય પથ્થર મળ્યો છે. આ પથ્થરમાં એક ઇલેક્ટ્રિક પ્લગ જેવા આકાર દેખાય છે. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે વૈજ્ઞાનિકોએ આ પથ્થરની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ પથ્થર કરોડો વર્ષ જૂનો છે. ત્યારપછી વૈજ્ઞાનિકોએ તે માણસને તે સ્થળ વિશે પૂછ્યું જ્યાંથી તેને આ રહસ્યમય પથ્થર મળ્યો હતો, પરંતુ તેણે તે સ્થળ વિશે જણાવવાનો ઇનકાર કર્યો હતો.

*રહસ્યમય સ્ક્રૂ*

રશિયાના મોસ્કો શહેરના એક દૂરના વિસ્તારમાં ખોદકામ દરમિયાન, વૈજ્ઞાનિકોને એક વિચિત્ર પથ્થર મળ્યો હતો. આ પથ્થર ની અંદર સ્ક્રુ જેવું કંઈક ફસાઈ ગયું હતું. જ્યારે આ ખડકને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, ત્યારે વૈજ્ઞાનિકોને એ જાણીને પણ ઘણો આશ્ચર્ય થયું કે ખડકમાં અટવાયેલ તે સ્ક્રૂ 300 કરોડ વર્ષ જૂનો હતો, જે ડાયનાસોરના સમયગાળા સાથે સંકળાયેલ હતો. આ શોધ આજે પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્યની ઓછું નથી. આ વિચિત્ર ખડક 1998 માં વૈજ્ઞાનિકોને મળ્યો હતો.



© દીપક રાજગોર 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Ad Code